બલિનો બકરો

 

બહુરંગી આ દુનિયામાં

અનેક વિધ છે માનવ

અલગ અલગ વિચાર

ને માયા તેની અજબ છે

 

પોતા માટે એક નિયમ

દૂજો અપેક્ષિત અન્યનો

મનની અભિલાષા કાજે

મત મતલબ છે તેનો

 

એક બાજુ કમાલ તકસાધુ

સહજ લાલચ લાભ શોધે

આરામથી જો આશય સરે

તો છોછ બંધન ત્યાગ કરે

 

બીજી બાજુ સરલ સ્વાશ્રયી

સદા નિયમ નિષ્ઠા પૂજારી

કઠોર હાલ હાર હાય ખમે

પણ દ્રઢ નિર્ધાર કાયમ રહે

 

બન્ને પક્ષની પસંદ નિરાળી

બળાબળીનો તીક્ષ્ણ તોલ

સમય સાથનો નસીબ ફેર

કોઈ તો બલિનો બકરો બને

 

Music now Playing "Oh what a world"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se

Used with permission

 

 

Page views

Free Counter
Free Counter
.