ભાગ્ય જો ભીખમાં મળે

 

ભાગ્ય જો ક્યાંય

ભીખમાં મળે

કોણ કો ભવની

પીડ સહે

 

બસ એક આસ

નજર દીસે

સઘળું છોડી

દોટ મૂકે

 

પરવા કોને

ભૂખ-તરસની

ટાઢ-તાપ કે

ચરણ દુઃખે

 

લક્ષ્ય લાભ

પામવા કાજે

જે જરૂરી

તમામ કરે

 

અંતે જ્યારે

નિષ્ફ્ થાયે

સાચી સમજ

અંતર વસે

 

અથાગ યત્ન કે

ભલે આજીજી કરો

ભાગ્ય કદીયે

ભીખમાં ના મળે

 

Music now playing "Only a shadow"

Quietude Midis from Dolphins Dream

http://d21c.com/dolphinsdream/quietude.html

Used with Permission

 

Background "big1439.jpg" taken from

http://www.backgroundsgians.com

 

Page views

Free Counter
Free Counter
.