
પંખીને પાંખ આવે ઊડી જાય
સહજ સ્વભાવ હર જીવનો
પાંખ આવે ઊડી જાય છે
લાખ જતન ભલેને કરો
પણ કાયમ સાથ ન થાય
માયા તણી જે આસ કરી
કદીયે પૂરી ના થાય
જનારને ના બંધન રહે
અંતરની જો વાત દીસે
લક્ષ ભણી બસ નજર રહે
કેમ કરી તે મચક ગ્રહે
ભલેને તે નીકળી પડે
પાંખ આવે પંખી તો ઊડે
Music now playing "What a clear blue sky"
Composed & Played by John Torp
Used with permission
Page views
.