પ્રીત ના જાણે રીત

 

 

મસ મોટી અને વિસ્તૃત છે

નિર્ધારિત સંબંધોની યાદી

પ્રત્યેકના અધિકાર નિયમ

તથા સમજ સ્થાન માનની

 

દરેકની એક કાયમ ફિકર

નિજ હક હેતુ સુરક્ષિત રહે

તેમાં કદી ફેરફાર ન થાય

 યા તો દુર્ભાગ્યે અંત થાય

 

સ્વ પ્રીતનો ઢોલ સહુ પીટે

ને લાગણીના ગીતો ગાય

પણ તે ભાવનાની વાતનો

અસલ રંગ કસોટી જ કહે

 

માનવીના મનની માયાને

ઈચ્છા મુજબની માન્યતા

હંમેશાં ના પણ મળી શકે

યા તો સંપૂર્ણ નકાર પામે

 

પરંતુ સ્વેચ્છા ભૂખ ભરમ

બીજાની વિચાર સ્થિતિને

તુચ્છ સમજીને ગૌણ ગણે

 અને હઠની હાર હાલ કરે

 

ત્યારે ઝનૂનમાં ભાન ભૂલી

 અસહ્ય અમાનુષી કુકર્મ કરે

અથવા હકીકતની હતાશા

 નાહક જિંદગી બરબાદ કરે

 

આવેશ યુક્ત અહં મોહની

હિંસક હીણ હાનિ હિકમત

કે ઉગ્ર અત્મઘાતક ઉકેલ

સાચી પ્રીતની વાત નથી

 

તેની રીત ખૂબી અજબ છે

ન કોઇ નામ અધિકાર ચહે

ન કોઇ શર્ત કે લાલચ કરે

શુભ સદભાવથી સૌમ્ય રહે

 

સાચી પ્રીતની નીતિ મતિ

દિવ્ય ભાવે સમજ હિતૈષિ

નિયતિને માની ધીર ધરે

અને ચુપચાપ સમર્પણ કરે

 

 

Music now playing "Love has many faces"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se/

Used with permission

 

Background "marb141.jpg"taken from

http://www.GRSites.com

 

Page views

Free Counter
Free Counter
.