શબ્દ શક્તિ

 

 

સમજી શકો તો એ છે

હાથવેંત હાજર હથિયાર

જેની અજાણ અચૂક શક્તિ

કરે કાજ આબાદ કે બરબાદ

 

પલકમાં સહુને નિજ બનાવી

અલભ સન્માન જગાડે

તો અઘટિત બેધ્યાન વાત

 અસહ્ય વેર-ઝેર નીપજે

 

વિચાર વાણી વિનય થકી

સુજાણ સાધે સુખરૂપ હાશ

હરેક હાલનો હલ પામી

મેળવે છે હિતકારી હામ

 

ઉચિત શબ્દોના પ્રભાવથી

સફળ બનાવે મુશ્કીલ કાજ

દુઃખ દશાનો ઉકેલ થતાં

નસીબ લાગે મનની આસ

 

પણ દુર્ભાગ્યે કોઈ શબ્દોથી

અયોગ્ય અવગણના લાગે

તો જાણેઅજાણેનું દુર્લક્ષ

બેહાલીનો અફસોસ નિર્મે 

 

ચતુર જન ચોકસ રહીને

ઉપયુક્ત નિવેદન કરે છે

શબ્દ શક્તિની દેન જોઈ

 ઈચ્છિત અમલ કરે છે

 

Music now Playing "I do like to remember"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se

Used with permission

 

Page views

Free Counter
Free Counter
.