અજબ સમસ્યા સમયની

  Do you remember

 

અજબ સમસ્યા સમયની

 

કુદરત તો આ સંસારમા સહુને

સમાન 24 કલાકનો જ સમય

રોજ નિયતિ ભેટ રૂપે આપે છે

જેથી અનુકૂળ કાર્ય પ્રવૃત્તિ કરે

 

પરંતુ હર કોઈ તેનો ઉપયોગ

ઇચ્છિત રીત નીતિને અનુસરે

અને આધીન જો જન્મસ્વભાવ

કે હંમેશ હિત સિદ્ધાંત હોશ રહે

 

કોઈનો સમય વિતતો જ નથી

વારંવાર ઘડિયાળ જોઈ કંટાળે

છતાં કાંઈ કરવાનું પસંદ નથી

તેથી નિષ્ક્રિય જીવન દુઃસહ રહે

 

તો કોઈ અનેક કાર્યોમાં વ્યસ્ત

ત્યારે સમય જાણે ઝડપી વિતે

ને વધુ કામગીરી જુસ્સો થકવે

ભલે કાર્ય સિદ્ધિ ખુશાલી આપે

 

એમ સમય સામે બધાને રોષ

ફરિયાદનું કારણ ખરું જ લાગે

પણ વિચાર કરતાં સમજી શકે

કે તેની ગતિ નિયમ અટલ છે

 

અજબની વાત માનો ન માનો

સમયની મુશ્કેલી જે પણ હોય

આળસ, અનિચ્છા કે અસમર્થ

યા ઘણા કામમાં બેહદ વ્યસ્ત

 

પરંતુ કોઇ નિજ લાભ જો ધારે

કે પછી ખાસ ખુશી થતી હોય

તે કામ ભલે પીડાકારક લાગે

પણ નક્કી ઉમંગે પરિપૂર્ણ કરે

 

સાબિત કરે જે સમયને સમજે

તેનું જીવન સફળ થઈ શકે છે

અને જીવ ઘડિયાળ જ્યારે રુકે

ત્યારે સમય સમસ્યા નહિ નડે

 

Background by John Torp

http://www.johntorpmusic.se

 

 Page Views

.