ભાગ્યના ભેરુ

 

માનવી ભલેને ઘણું ચાહે

અને સ્વપ્ન સાકાર કરવા

જુસ્સો ને અથાગ જહેમત

છતાં સફળ થાય કે નહીં

 

તેની ન ખાતરી કે સંદેહ

યા તો આભાસ અનુમાન

કારણ મુખ્ય આધાર તો

ભાગ્યની અજાણ મરજી

 

જે અચાનક ક્યારે પણ

જોગાનુજોગ અનુકુળ કે

પ્રતિકૂળ સમય નિર્માણ

દિશા દશા ફેરફાર કરી

 

એકદમ આશ્ચર્ય પમાડે

ને સ્વ અનુભવે દર્શાવે

જેંને ભાગ્યનો સાથ રહે

તે હર કાર્ય સફળ જુવે