ભાવ ભરી ફૂલછાબ

 

આજે અનેરો છે

સોનેરી અવસર

આવી છું દાતા

તમને હું પૂજવા

 

આપના પ્રભાવે

પ્રતિતી થઈ છે

પ્રતિમા તમારી

અનુભવ થઈ છે

 

કરજોડી ભગવંત

ભાવે ભજું છું

ચરણે ધરું છું

વિનતિની ફૂલછાબ

 

એક એક પુષ્પ છે

અંતરની આશા

આશિષ માંગુ

ભરજો અભિલાષા

 

સુખકારી સુખમય

લાભે શુભ આયુ

સુખશાંતિ સિદ્ધિ

મળે મન રિદ્ધિ

 

ચાહું નસીબ હો

અમી દ્રષ્ટિ દર્શે

હર ક્ષણ તમારો

સાથ ક્ષેમ મળજો

 

 

આ ભાવગીત શુભેચ્છા દિવ્ય આત્માઓને અર્પણ છે.

 

Background "natfl372.jpg" taken from

http://www.GRSites.com

 

 

Page views

Free Counter
Free Counter
.