ઈર્ષાની આગ

 

કારણ ભલે કાંઇ પણ હોય

ને વધુ ઓછું પ્રમાણ હોય

ઈર્ષાની આગ ના જ બૂઝે

ને સહજ સમજ નકાર કરે

 

તેથી સમાધાન શિખામણ

ભ્રામક ખ્યાલ ના મીટાવે

ને અહંકારી મનસ્વી ધૂન

દાદાગીરી તોર ત્રાસ કરે

 

છતાં ધાર્યું ના થયું જોઈ

બેફામ વાણી વર્તન શરૂ

જે એક હદ પછી હરેકની

ઘૃણા જગાડી અપ્રિય કરે

 

જે નિજ હાર પ્રહાર ગણી

બધાને દુશ્મન જ સમજે

ને બદલાની તીવ્ર ઈચ્છા

નિર્લજ્જ ક્રૂર કપટ કરાવે

 

જે નાલેશી કલંક નોતરી

તમામ ગતાગમ ભૂલાવે

અને અશાંત ક્રોધ અગ્નિ

ભડકે બળતાં બેચેન કરે

 

એ દ્વેષ દાહની બળતરા

ખુદને તો સદૈવ સતાવે

અને સંબંધિત નિર્દોષને

પણ વિના કારણ પજવે

 

આ સ્વ નિર્મિત યાતના

તો જ મટે જો કદાચિત

નાહક મમત દશા માને

ને ઈર્ષા ઝનૂન બસ કરે

 

વિધિ નિયત સત્ય જોવે

જેના ભાગ્યમાં જે લખ્યું

તેને તે નિર્ધારિત સમયે

જરૂર તે મુજબ મળી રહે

 

ને જો નસીબમાં ન હોય

તો મનચાહી પરિસ્થિતિ

વસ્તુ કે કોઈ બેહદ પ્રિય

કોઈ રીતે કદી નહિ મળે

 

તેથી તે નિયમ ઉપરવટ

જવાની મહેચ્છા ના ફળે

ને જીવન બરબાદ થતાં

નાછૂટકે દુષ્કર દુઃખ સહે

 

સમજુ હંમેશ વિચાર કરે

શા માટે વ્યર્થ હુંસાતુંસી

જે અમોલ માનવતારને

સુખી સંસાર રચતાં રોકે

 

Back

http://www.kiranarts.org/

Page Views

Free Counter
Free Counter
.