હું પદ કેટલું મહાન

 

હર જીવ ચાહે પોતાને બધા આપે

ઉચિત માન સ્થાન અને આવકાર

હોઈ શકે કુદરતી યોગ્યતા પ્રશંસા

કે પછી અલ્પજીવી મિથ્યાભિમાન

 

ને યથાર્થ સિદ્ધિનો આધાર વર્તાવ

સમર્થ છતાં જો સમજુ સીમિત રહે

સવાલ સ્વત્વ, કર્તવ્ય કે સાચો હક

ચાહે સ્વ રક્ષણ કે સ્વજન સમર્થન

 

અથવા પરોપકાર સહાય જો જોવે

કોઈ ન સાંભળે કરુણ દુર્દશાની ધા

જો ના હોય શક્તિમાન હુંકાર નાદ

ને દર્શે હૂંફ જો ઈચ્છે ન્યાય પોકાર

 

પરંતુ મોટે ભાગે જો કોઈને નસીબ

વિશેષ અનુકૂળ યોગ્યતા ભેટ બક્ષે

ત્યારે અહંકાર વિનય વિવેક વિસરે

ને ઘમંડ નશો બેહદ મૂર્ખતા કરાવે

 

તેથી બધાને તુચ્છ ગણી હાનિ કરે

ને લાભ લાલચ સ્વાર્થી વર્તાવથી

સહુને સતત સતાવી અદાવત કરે

જે પોતાને ભારે પડતાં દુઃખ આપે

 

જો શાંત ચિતથી વિચારે તો જાણે

કે સર્વોચ્ચતાના કારણનું શું વજૂદ

ને સાથ નિભાવ શક્તિ કેટલી હોય

તેમ જ તે ક્ષણભંગુર કે કાયમ રહે

 

પૈસા મોભો સંપત્તિ ને જાહોજલાલી

કે પછી અતિ મહેનતે પ્રાપ્ત ડિગ્રી

ને ખંતથી મેળવેલ સિદ્ધિ-પ્રસિદ્ધિનું

પ્રતિભા સ્થાપિત નિજ માનદ નામ

 

યા વારસાગત સામાજિક પ્રતિષ્ઠા

કે સુભગ સ્વાસ્થ્ય ને તાકાત સુખ

અથવા ઈર્ષા થાય તેવું મોહક રૂપ

તમામ વસ્તુ સ્થિતિ કાળ આધીન

 

વધે-ઘટે કે અચાનક કોઇક દિવસ

દુર્ભાગ્યે થોડો કે પૂર્ણ ખોવાનો ડર

તેથી એ કોઈના ભરોસાનું ગુમાન

નાહક ભ્રમિત ખયાલ નાદાની ઠરે

 

ને મનન કરે સમજે કે એક દિવસ

જ્યારે ઈશ્વરનો પાછા ફરવા હુકમ

ત્યારે બધું અહીંયાં જ ત્યજી દઈને

ખાલી હાથ આવેલ તેમ જવાનું છે

 

અરે આ જગનું ઓળખ નામ પણ

કોઈ જ સાથે નહિ લઈ જઈ શકતું

તેથી જે હું પદ માયાથી આઘે રહી

સત કર્મ-ધર્મમાં લીન તે ભવ તરે

 

કોઈ કદી નહિ આ સચ જાણી શકે

હું કોણ ને ક્યાંથી ક્યારે ક્યાં જન્મ

શું મારો કાર્ય હેતુ ને મુકામ કેટલો

ને કયા કારણે ક્યાં લખ્યો છે અંત

 

ખરે! હું એટલે કેવું અજબ જોડાણ

આ નશ્વર શરીર જેને કાળ બદલે

ને અદ્રષ્ટ આત્મા જે અમર રહે છે

તો આ જગ હું પદની શી વિસાત

 

Music now Playing "Hi there"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se/

Used with Permission

Background by John Torp

Back

http://www.kiranarts.org

 

Page Views

Free Counter
Free Counter
.