જીતનો જોખમી નશો

 

જીતનો સમય જોઈ હર કોઈ

નિજ સિદ્ધિથી બેહદ ખુશ થઈ

વિશેષ સ્થાન માન વાહવાહ

ને અઢળક પૈસાની આશ કરે

 

જેને સહેજે અચાનક પામતાં

ઇચ્છિત સુખદ સ્થિતિ ઐશ્વર્ય

ને વારંવાર મળતી સફળતા

જીતનો તીવ્ર નશો બની રહે

 

તો નાહક જહેમતની જિદ્દમાં

વીસરી જાય સાન સારાસાર

ને સ્વ જીવન જરૂરી આધાર

ચહે માત્ર સ્વ પ્રભાવ પ્રચાર

 

વિશ્વાસ દેન અક્લ્પ્ય પ્રશંસા

ન જાણે ક્યારે બને અહંભાવ

લાગે પડકાર જો જોવે અન્ય

હરીફ કરી શકે ઉત્તમ પ્રયાસ

 

કરે આરંભ અયોગ્ય હરીફાઈ

ને પરખ સ્વ શક્તિ સરસાઈ

બળાબળીના ખેલમાં જીતવા

અનિષ્ટ અનીતિ પ્રપંચ સૂઝે

 

ખાતરી કોઈને ક્યાંથી ખબર

જો અગમ ચાલાક તજવીજ

પણ એક દિવસ સત્ય પ્રગટે

તમામ તરકટ તરકીબ ખૂંચે

 

ગુમાની ગુનો મામૂલી હોય

કે બહુ મોટો ઘૃણાત્મક હોય

તેની ઘટતી સજા નક્કી છે

જેની યાતના બચાવ નથી

 

અને માફી મોકો ન મળતાં

સબક શીખે પણ વ્યર્થ ખેદ

તેથી સુજાણ નિજ હદ જોઈ

સદા જોશમાં હોશ હિત દેખે

 

 

Music now Playing "Someday"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se/ 

Used with Permission

 

Background by John Torp

 

Back

http://www.kiranarts.org/

 

 

Page Views

Free Counter
Free Counter
.