કાલ ને આયુષ્યનો ભરોસો નહિ

 

હર કોઈ જાણે છે આ સત્ય વાત

ને અન્યને સલાહ સૂચન કરે છે

પણ પોતે સહજ ભાન ભૂલે દીસે

ને વારંવાર ભારે દુઃખ સહેવું પડે

 

તે છતાં દરેક વખતે ન જાણે કેમ

વિતેલો દુર્ભાગી હતાશ અનુભવ

થોડી જ વારમાં વીસરી જઇ ફરી

નિજ આદત મુજબ જિંદગી જીવે

 

વાત નાની-નજીવી હોય કે પછી

મોટી-મહત્વની જે સ્વ કે સ્વજન

માટે હિતકર હોવાથી બહુ જરૂરી

જાણવા છતાં દુર્લક્ષ દુર્દશા નિર્મે

 

જેનું પરિણામ જોઈ વ્યથિત બને

પણ નીકળી ગયેલો સમય ત્યારે

કોઈ રીતે પાછો નહિ મેળવી શકે

ને વિચારે અરેરે ધ્યાન કરવું હતું

 

તો આજે ગહન અફસોસ ન થાતે

ભાવિનો ભરોસો સાવ ખોટો જ છે

ભલે અન્ય કામમાં ગૂંચવાયેલ હો

કે આળસ યા મિથ્યાભિમાન દ્વિધા

 

ખરે આજ, નહિ તત્કાલ જ હાથમા

તેથી જે પણ કરી શકાય પૂર્ણ કરો

તરત મુલાકાત ફોન કે પત્ર લખી

યાદ ખુશી, મહત્વ માન, પ્રેમ દર્શો

 

તેમ જ કોઈને થોડીક મદદ સહાય

કે લાગણીથી જૂજ મીઠા બોલ કહો

ને સુખમય સંજોગ અનુભવ પામો

જેની સૂઝ યાદ અજબ સંતોષ દેશે

 

કોઈનો આભાર કે કદર વચન

કે પછી માફી યાચના કરવી હોય

તો ભેદભાવ કે અહં છોડી શુદ્ધ મને

કહેવા ક્યારે પણ વિલંબ ન કરવો

 

કોને ખબર કોનું આયુષ્ય છે કેટલું

ને કાલનો સુર્ય જોવા કોનું નસીબ

ન જાણે પલક ઝબકમાં ક્યારે પણ

છીનવાઈ જઈ માત્ર અફ્સોસ બચે

 

એવું માનવું કે જીવન અંતનો ભય

માત્ર બિચારા બેહદ બીમારને હોય

કે પછી બુઝુર્ગ લોકોને ખતરો હોય

પણ એ મોટી ગેરસમજ ભ્રમ જ છે

 

કારણ આવરદા અવધિનો આધાર

ઉંમર કે શરીર સ્વાસ્થ્ય નથી પણ

પહેલેથી વિધાતા નિશ્ચિત મુકામ છે

જે અદ્રશ્ય લેખ સાથે દરેક જ્ન્મે છે

 

તેથી સદભાવનું કે સ્વ ઇચ્છા પૂર્તિ

કાર્ય સત્વર કરવાની હંમેશની ટેવ

સુખમય શાંતિથી જીવન જીવવાની

જડીબુટ્ટી સમાન જરૂર સાબિત થશે

 

Music now Playing "If tomorrow never comes"

Played by John Torp

http://www.johntorpmusic.se/

Used with Permission

Image picture & background by John Torp

 

 

 

 

Page Views

Free Counter
Free Counter
.