કુદરતનો અકળ ખેલ

 

સર્જનહારની આ લીલા અગમ છે

જેમાં ભાગ લેવાની કોઈની મરજી

કે અનિચ્છા ક્યારેય પૂછાતી નથી

ફક્ત આવાગમનનો આદેશ આપે

 

ન માહિતી નિયત કાળ ને અવધિ

કે કોઈ સંકેત કોની ક્યારે છે કેટલી

ફરજ કોના પ્રતિ ને સજા જો નકારે

ને અદ્રશ્ય કદર આલેખ જે સ્વીકારે

 

સંયોગ સાથી કુટુંબી હાલ જનમના

કે પરાયા પણ ખાસ કોઈ જનમના

પણ બંનેની રીતિ-નીતિ સમય કહે

જે માત્ર નિજ સ્વભાવ પ્રભાવ દર્શે

 

તેની શરૂઆત આગમન આવકાર

હર્ષોલ્લાસ ઊજવણી ઉત્સાહ લાગે

કે મળે મહેણ નકાર નારાજ નિંદા

છતાં કાંઈ કરવા લાચાર જ લાગે

 

ને હર જીવ ભાગ્ય નિર્ધાર જીવન

નિજ સુવિધા, પ્રતિભા ને સૂઝબૂધ

અનુસાર સુવ્યવસ્થિત પ્રબંધ કરી

સુખચેન રહેવા તમામ કોશિશ કરે

 

 છતાં સફળતાની ખાત્રી ના કોઈને

કદીક અથાગ પ્રયાસ નિષ્ફળ બને

તો કદી નહિવત પ્રયત્ન સફળ કરે

નસીબની મરજી વિધાતા જ જાણે

 

તેમ અસંગત હકીકત જોઈ બેચેન

સાચાને સતત સંજોગ આંચ સંકટ

જૂઠા બેફામ બેઈમાનને મોજ મહેર

ને ભલાઈનો બદલો નિર્દય ઉપેક્ષા

 

અને કોઈક લોકો ન જાણે શા માટે

સર્વસંપન્ન જીવન તોય સ્વ દુશ્મન

જેમ નાહક અનિષ્ટ દુર્દશા આમંત્રે

તો કોઈ બેહાલી છતાં શાંત સમજુ

 

માને જે કાંઈ જ્યારે ઘટે ના ઘટે

ને કારણરૂપ વ્યક્તિ નજર આવે

પણ તે માત્ર નિમિત્ત દોષી જ છે

તેથી આશ-નિરાશમાં સમતા ધરે

 

શક્ય હોય કોઈ પૂર્વજન્મ સંચિત

બાકી લેણાદેણી હિસાબ પતાવટ

કે પછી હોય આ ભવ કર્મ બંધન

ને ભાગ્યના અજાણ ખેલ ધારણા

 

Page Views

Free Counter
Free Counter
.