લાગણીના તાણાવાણા

 

ન જાણે, કોણ ક્યારે

ક્યા તાંતણે બંધાય

અગોચર આ ધાગાની

દોર પકડ ના દેખાય

 

રૂપ સ્પર્શ પરિચિત લાગે

કે જોઈ અનોખા રંગની શોભા

કોઈ નામઠામ ને નામધારી

કે નનામ નિયતિ તાર ભાસ્યા

 

ગૂંચ ગૂંથણી ગરિમા ગેબી

સહજ ન દેખાય ખૂબી

ગહન વિચાર કરો ત્યારે

કદાચ દર્શે છૂપી કડી

 

ક્યાંક એના તાર કાચા

ઘડીભરમાં તૂટી જાય

તો ક્યાંક મજબૂત એવા

ભવોભવ જોગાનુંજોગ બંધાય

 

Music now Playing "I just wonder how"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se

Used with permission

 

Background by John Torp

http://www.johntorpmusic.se

 

Page views

Free Counter
Free Counter
.