મા તારા હેતનું ઋણ અપાર

 

ગમે તેટલું ચાહે કરું તારા કાજે

કે પછી તારી અવગણના કરું

પરંતુ અંતર મન જરૂર જાણે છે

તારા અવિરત પ્રેમની પ્રાપ્તિ

 

કાંઈ જ કહેવાની નથી જરૂરત

કે પછી કોઈ સાબિતી દેવાની

સહજ નજરે આંખોમાં તારી જે

મારા માટેની અવિરત લાગણી

 

મારા જન્મની રાહમાં ને જન્મ

પછી હર ઘડી કેટલા વ્રત-તપ

મારા સ્વસ્થ સુંદર જીવન માટે

કર્યા હશે ને સાર-સંભાળ લીધી

 

નિજ આરામ ઊંઘ ને ભૂખ-તરસ

વીસરી બસ મારી ચિંતા કરતી

ને શક્ય તે સઘળું તરત આપી

મારી ખુશીમાં બેહદ રાજી થાતી

 

પણ ક્યારેક જો બીમાર પડું તો

ફિકરમાં કેટલી ગભરાઈ જાતી

તેવી જ રીતે નારાજ લાગું તો

સમાધાન કરવા તત્પર રહેતી

 

મારી આંખમાં માત્ર એક આંસુ

જુવે તો તારું હૈયું આક્રંદ કરતું

જાણે કે ઠોકર ભલે મને વાગી

પણ તે દુઃખની પીડા તેં સહી

 

વ્હાલી મા તું તો મારી દુનિયા

ને તારી દુનિયામાં ફ્ક્ત હું જ

બાળ બની મારી સાથે રમતી

ને શિક્ષક થઈ બધું શીખવતી

 

સમયને જતાં વાર ક્યાં લાગે

બચપણ યુવાનીમાં તબદીલ

પણ તારા લાડકોડ તે જ હતા

ભલે મને ક્યારેક ન પણ ગમે

 

ભણીગણી સારી નોકરી મેળવી

પછી પત્ની ને બાળકો સંગાથે

મારી જીવન શૈલી અને મહત્વ

સહેજે અલગ અને જરૂરી થયા

 

ભલે ક્દી અવજ્ઞા મનદુઃખ હશે

પરંતુ નહીં ફરિયાદ કે કોઈ રોષ

બસ મમતા ભર્યો આશિષ હાથ

અમારે શિરે નિઃસ્વાર્થ મને હતો

 

આજે તું અમારો સાથ છોડીને

પ્રભુજીને પ્યારી થઈ ગઈ છો

તે વિચારે હૈયું ભારી થઈ જઈ

અજાણે પાંપણ ભીની થાય છે

 

પણ વિશ્વાસ છે કે હવે ઉપરથી

અમારું ધ્યાન જરૂર રાખતી હશે

ને સુખરૂપ જોઈ સંતોષ પામશે

અમારી યાદ સહ વંદન છે તને

 

અમારા કારણે જો જાણેઅજાણે

તારું મન દુભાયું હોય તે બદલ

હૃદયથી ક્ષમા પ્રાર્થના છે તને

એ મા! તારા હેતના ઋણી અમે

 

Music now Playing "Here we are"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se

Used with Permission

Background "green014.jpg" taken from

http://www.GRSites.com

 

 

Page views

Free Counter
Free Counter
.