મનના મેળ છે અમોલ

 

મનના મેળ છે બહુ મોટી વાત

હર સંબંધોનો આધાર બની રહે

ને કોઈ પણ મુશ્કેલી સહજે સહે

છતાં લેશમાત્ર ફરિયાદ ના કરે

 

પરંતુ સહ્રદયી મિત્ર બની સાથ

આપી યોગ્ય સૂઝ સૂચન સહાય

કરવા નિષ્કામ ભાવે તત્પર રહે

જેથી સામાનો સંકોચ ઓછો કરે

 

અને પરસ્પરના પ્રેમાળ સંગાથે

સંયોગે દુઃખ દુર્દશાનો ભાર સહે

પરંતુ હિંમતવાન બની સામનો

કરવા સમર્થ બની સાર્થક થાય

 

આ નસીબ ક્યારેક કોઈ કારણે

નાની-અમથી કે વેધક નારાજી

પલક ઝબકમાં નષ્ટ કરી નાખે

જે કોઈ રીતે ફરી પાછું ન રીઝે

 

ને અમંગલ અસહ્ય અસર રૂએ

તમામ લાગણીનું વહેતું ઝરણું

સુકાઈ જઈ ક્યાંક વિલીન થઈ

ને અમૂલ્ય સુખકારી સેતુ તોડે

 

ત્યારે પસ્તાવો નિરર્થક જ રહે

કારણ મહત્ત વાત યાદ જરુરી

જો મન પહાડ જેવું મજબુત છે

તો પુષ્પ જેવું અતિશય નાજુક

 

જેને ફકત જીવંત જતન જોવે

ને જરા ભૂલ થતાં નાશ પામે

પછી મન સાથે તન દૂર થવા

ઝંખે જે અલગ નિજ જગ ચહે

 

મન મેળ બહુ કીમતી રત્ન છે

એકવાર જો સરતચૂક ખોવાય

તો માનો કદી પ્રાપ્ત ના થાય

ને જીવનમાં રહે સંતાપ વ્યથા

 

તેથી સુજાણ જાણે સુમેળ સૂત્ર

જે સાધે સાચું સુખમય જીવન

જેની મહેક સ્ફૂર્તિ સુંદર સ્મિત

સાબિત કરે સ્વજન સંપ-જંપ

 

Music now Playing "It is so peaceful"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se

Used with Permission

Background by John Torp

 

 

Page views

Free Counter
Free Counter
.