મરણ ઘંટ ધ્વનિ

 

 

હર જીવનનું અટલ સત્ય

જે કોઈ જગતમાં જન્મ લે

તેણે ચાહે ના ચાહે નિયતિ

નિર્ધાર સમયે જવું જ પડે

 

છતાં તે સમજવાની રીત

દરેકના સ્વભાવ આધીન

જોર કરે પ્રાસંગિક પ્રયાસ

જે સંજોગનો પ્રતિકાર કરે

 

કોઈ વિચાર માત્રે થથરી

હરઘડી મરણતોલ લાગે

તેથી પ્રાપ્ત જીવન ખુશી

સંતોષથી જીવવાનું ભૂલે

 

તો કોઈ અપાર તકલીફ

ને અવિરત ભારી દુર્દશા

જાણે કદી પણ અંતકાળ

છતાં નિર્ભય ઉત્સાહી રહે

 

જ્યારે કોઈ નાદાન વર્ગ

અણધારી આફત દુર્દશા

કે કદી ક્લેશ આવેશમાં

જીવન અંત કોશિશ કરે

 

તો વળી કોઈક પ્રપંચી

સ્વ પ્રભાવ સ્થાન હેતુ

મરણને ધાક શસ્ત્ર રૂપે

સ્નેહી સ્વજનને ડરાવે

 

ને ક્યાંક કોઈ પરેશાન

અસહ્ય પીડાથી હારીને

છુટકો પામવા મોતને

લઈ જવા આજીજી કરે

 

તો કોઈ યુવાની જોશ

જિંદગીને મજાક મજા

તેમ તોરી વર્તાવ કરે

જાણે કે મોત આમંત્રે

 

પરંતુ બહુ જ આશ્ચર્ય

જ્યારે સ્વસ્થ નિર્દોષ

અલ્પ આયુ વ્યક્તિને

અચાનક યમ ઉઠાવે

 

તેમ જ ઘણીવાર તો

ખુશહાલ મુસાફરીના

પ્રવાસી સમુદાય પર

જ્યારે ગેબી યમદૂત

 

કુદરતી કેર ત્રાટકી

ક્ષણમાં હાય ચિત્કાર

ને લાચાર દુર્દશામાં

ઘણાના જીવન હણે

 

પરંતુ કોઈ ઘટનામાં

યમદૂત નથી કોઈનો

મિત્ર કે શત્રુ ને માત્ર

વિધાતા નિયત લેખ

 

તેથી જ કોઈની પૂજા

પ્રર્થના, બાધા, અશ્રુ

કે પછી ખુન્નસ શ્રાપ

બધું સદા નકામું ઠરે

 

એક સત્ય જો માનો

તો ચિંતા દુઃખ બચો

જો કોઈને ન એક વધુ શ્વાસ

તો નહીં કમ એક પણ શ્વાસ

 

તેથી જેટલું આયુષ્ય

દિલેર, હરહાલ શાંત

અને ઝિંદાદિલ જીવો

જેની યાદ હંમેશ રહે

 

Background taken from

http://www.backgroundsgiant.com

 

Back

 

http://www.kiranarts.org