
ફુરસદ નથી
હું એક ને કામ અનેક
કેમ કરીને હાથ ધરું
જેમ જેમ વખત હશે
તેમ તેમ અવશ્ય કરું
આ કરો ને તે પણ
જરૂર યાદથી કરજો
વારંવાર કહીને
તમે હેરાન ના કરો
આદર કરું છું
તમામ સદભાવનો
ને મારા માટેની સહુની
નિષ્કામ લાગણીનો
છતાં માનો ના માનો
કોઈ ઉપાય નથી
ભલે ચાહે નારાજ થાવ
પણ સમાધાન કેમ કરું
હાલમાં ઘણા કામોમાં
બેહદ વ્યસ્ત રહું છું
તેથી યમરાજ જો આવે
તો તેને પણ નકાર કરું
સમયના અભાવમાં
મને ગમે ના ગમે
હું શું કરું કે ના કરું
જ્યારે ફુરસદ જ નથી
Music now Playing "be still"
Quietude Midis from Dolphins Dream
http://d21c.com/dolphinsdream/quietude.html
Used with Permission
Page views
.