સમજી લે મનવા સાદી વાત

 

હર કોઈની સહજ ભાવે ભલે

એકનિષ્ઠ શુભેચ્છા રાખી હશે

અને મુસીબતોથી મુક્તિ કાજે

સહુને સાથ સદા આપ્યો હશે

 

પરંતુ તારા કપરા સમયમાં

સહયોગની ખાતરી તો નથી

ઊલટું ગજબનાક વ્યવહાર

અંતરની વ્યથામાં પરિણમે

 

ત્યારે કોઈને જ દોષ ન દેજે

અને માનસિક સમતા રાખી

સ્વ સમસ્યાનો ઉચિત ઉકેલ

શાંતિથી પોતે જ શોધી લેજે

 

દુનિયા ફકત માયાજાળ છે

તેમાં કોઈ કોઈનું કદી નથી

દરેક નિજ લાભ જ શોધે છે

ને બીજાનું દુઃખ અવગણે છે

 

આ સાદી સમજ જો સ્વીકારે

તો સહન-શક્તિ જરૂર મળશે

જે વ્યર્થ પરેશાની શમન કરી

દુઃસહ દશાનો આઘાત ખમશે

 

Music now Playing "Make the world go away"

Played by John Torp

http://www.johntorpmusic.se

Used with permission

Background "natfl028.jpg" taken from

http://www.GRSites.com

 

Page views

Free Counter
Free Counter
.