સંબંધોનો સરવાળો

 

 

ગણી ગણીને થાકો તોપણ

મેળ મેળવવો ભારી

આ ગણિત અનોખું ને

 અજબ નિયમ છે એના

 

આંટી ઘૂંટી તેની અટપટી

સરળ સમજ મળે નહીં

લખી લખીને હાથ દુઃખે

પણ સાચો જવાબ નહીં

 

ક્ષણ ક્ષણ ફેર બદલે

રકમ જે સમીકરણની

થાકો હારો, વિચાર કરી

પણ જોડ તોડ અજાણી

 

શરૂઆત થઈ શૂન્યથી

ધીરે ધીરે સંખ્યા વધી

અનેક ઓળખાણ થઈ

તો કોઈ કોઈ લુપ્ત થઈ

 

આવાગમનની ભીડ એવી

ભેદ ભુલભુલામણી ભારી

ત્યારે ભાવિ સૂચવે સારાંશ

ખરે કોણ સ્વજન કે  નહિ

 

છેવટે જ્યારે તાગ મળ્યો

તો કડવું સત્ય નિહાળ્યું

કોણ કોનું કાયમ ક્યાં છે

ના ગમે પણ હકીકત છે

 

હરેક સંબંધનો સાથ વ્હાલો

ઈચ્છા મહેર માયા સદા રહે

પણ અતૂટ સાથ સંભવ નથી

લેણાદેણી ખૂટતાં વિદાય થશે

 

Music now playing "How can it be"

Composed & Played by John Torp

http://www.johntorpmusic.se

Used with permission

 

Background by John Torp

 

Page views

Free Counter
Free Counter
.