સુખનું સરનામું

આ જગમાં હર વ્યક્તિ

સ્વ તેમ જ સ્વજનના

જીવનમાં સંપૂર્ણ સુખ

લાભની મહેચ્છા રાખે

 

અને અભાવ કે ખામી

દૂર કરવા બધા શક્ય

પ્રયાસ સતત કર્યા કરે

આશા કદીક ખુશી મળે

 

પરંતુ આ દોટમાં મગ્ન

મુખ્ય બાબત બેધ્યાન

કોનું સુખ સંતોષ ક્યારે

શું જરૂરી મળે હરખાય

 

મોટો પ્રશ્ન સુખ ક્યાં છે

કોઈ મન ગમતી વસ્તુ

ઉચ્ચ પદવી, પ્રતિષ્ઠા

સંપત્તિ, સંબંધી, સત્તા

 

કે પ્રેમાળ પ્રિય સંસાર

સુમેળ સાચા સહૃદયી

ઈશ કૃપા-સમ મિત્રતા

અને પામે આદરભાવ

 

સમયની સાથે દરેક્ના

મન, જરૂરત ને ઝંખના

બદલે તેથી કેમ શોધવું

સુખનું ચોકસ સરનામું

 

સમજું જ જલદી જાગે

સાચું સુખ ક્યાં સમાયું

ત્યાગે નશ્વર આકર્ષણ

જીવે તે શાંત સંતોષી