સંબંધની સચ્ચાઈ

કહેવા માટે તો આપણું જીવન

અનેક રીતે સંબંધોથી ભરપૂર

શરૂઆત ધરતી પર આગમન

સાથે જ સગાંસંબંધીનું જોડાણ

 

વળી કુટુંબીઓના સ્નેહી મિત્રો

પાડોશીઓ ને વ્યવસાય સાથી

સહુ કોઈ નિકટતાનો દાવો કરે

પણ ભાગ્યે જ સત્ય વચન રહે

 

પરંતુ પરવા કરવી બિનજરૂરી

જ્યારે સમય સમયે લગાતાર

નવીન સમવય મિત્ર સમુદાય

કુદરતી વધે-ઘટે કે ગાઢ બને

 

ને જો પ્રતિષ્ઠિત ઘરમાં જન્મ

જ્યાં જાહોજલાલી અને સત્તા

ને ભાગ્યે વ્યક્તિગત પ્રભાવ

લોકોનું વિશેષ આકર્ષણ સર્જે

 

સહુ ખુશ રાખવા કોશિશ કરે

ના જાણે ક્યારે કેટલો લાભ

જરૂર પડે સહજ મેળવી શકે

તો પોતાનું જીવન સુખી રહે

 

પરંતુ સમય સત્યની કસોટી

જ્યારે સંજોગ સ્થિતિ બદલે

ત્યારે ઘણું કરી માનવ મન

વર્તન પણ અચાનક બદલે

 

જ્યાં સુધી સ્વાર્થ સાધવાની

શક્યતા આશ તો અહોભાવ

નહિતર ક્ષણમાં ઉદ્ધત બની

અયોગ્ય ત્રાસદાયી વ્યવહાર

 

પરંતુ અપવાદ-સમ નિષ્ઠા

ને લાગણીશીલ એકાદ બે

સ્વજન કે કદી માત્ર સ્નેહી

હર હાલમાં નિઃસ્વાર્થ સાથે

 

જેને નથી કાંઈ પામવાની

મહેચ્છા કે લાલચુ વિચાર

અને ભાવ અથાગ હિતૈષી

વિશ્વાસ હો સાચો સહાયક

 

છતાં એક કટુ સચ જાણો

શક્યતા ભલે ભલાઈ કરો

પણ કદર ભાવ નહીં જુવો

ત્યારે સહજ નારાજી છોડી

 

કોઈ ભાવનાશીલ નાદાન

સ્વજનની આપત્તિ વખતે

બધો પૂર્વ અનાદર ભૂલી

સહાય કાજે દોડાદોડ કરે

 

એમ જગમાં હર વ્યક્તિ

પોતાના સ્વભાવ મુજબ

સંબંધોની મહત્તા વિચારે

તેમ તે રીતિ-નીતિ રાખે

 

Music now Playing "Stand By Me"

 

Back

 

http://www.kiranarts.org