વાહ રે કુદરત વાહ

 

સમજી ના શકાય તેવો અકળ છે

ને માની ના શકાય તેવો અજબ

તેથી વારંવાર મનમાં શંકા જાગે

કે કુદરતનો આવો ન્યાય કેમ છે

 

સાચા લોકો નીતિ નિયમથી જીવે

છતાં કાર્ય કારણ સવાલો સતાવે

ને યોગ્ય નિર્ણય સાબિત માગણી

નાહક પંચાત તકલીફ હંમેશાં રહે

 

છતાં પણ અમોલ સિદ્ધાંત સંસ્કાર

માન ભાન મહત્વ વિચાર કાયમ

જેને ડગાવી દેવા તમામ કોશિશ

કે પછી હાલ હતાશા નિરર્થક રહે

 

ત્યારે બેઇમાન, બેદરકાર, પ્રપંચી

આરામથી પોતાની મરજી મુજબ

બેશરમ સ્વાર્થી થઇ મોજથી જીવે

જાણે કે જ્ન્મ સિદ્ધ અધિકાર જ છે

 

નથી કોઇ જ કાયદો, રીતિ નીતિ

નિજને પણ લાગેવળગે તે ચિંતા

કે કોઇના માન દુઃખ-દશા પરવા

ને સદાચાર ભાવ અભાવ જીવન

 

છતાં સદૈવ અહં ઈર્ષાથી અશાંત

મન અનિશ્ચિત લક્ષ પામવા ઝંખે

પણ નિષ્ફળતા જોઇ નિરાશ બને

ને ક્રોધે ભરાઈ બધા સાથે ઝઘડે

 

તેમ ઘણા લાગણી ચિંતાનો દંભ

સહજ કરી જરૂરી મદદના વચન

શબ્દ રમતમાં ભાવુક ભ્રાંતિ રચી

સ્વ બડાઈ વાહવાહ સંતોષ શોધે

 

તો કોઈ થોડાબોલું કહ્યા સિવાય

સહુના લાભાર્થે જે પણ કરી શકે

તે ખુશીથી નિઃસ્વાર્થ કર્યા જ કરે

છતાં આભાર સ્વર પણ ના ચહે

 

તેથી ઘણીવાર લોકો આરામથી

સરળ સારપનો ગેરલાભ ઉઠાવે

ને બધા ઉપકારોની અવગણના

અને દુઃખકર નિષ્ઠુર વર્તાવ કરે

 

જોઈ હૈયું વીંધાતા આક્રંદ આહ

સહેજે નીકળતાં વિધાતાને પૂછે

આ કેટલો વિચિત્ર વિધિ ન્યાય

સારા સહે સજા ને નરસાને મજા

 

છતાં બંને નિજ સ્વભાવ આધીન

કાંઈ પણ હિસાબે બદલી ના શકે

 

Page Views

Free Counter
Free Counter
.